શ્રાવસ્તી: ઉત્તર પ્રદેશ (Uttar Pradesh ) ના શ્રાવસ્તી જિલ્લાના બિનગા પોલીસસ્ટેશનની હદમાં આવેલા વીરપુર ગામમાં એક યુવક તેના ભાઈની સાસુને ભગાડી ગયો. કુટુંબીજનોએ વિરોધ કર્યો તો જમાઈએ ફોન કરીને પોલીસને ઘરે બોલાવી લીધી. પોલીસે માંડ માંડ સમજાવીને મામલો થાળે પાડ્યો. જો કે પોલીસનું એમ પણ કહેવું છે કે આ મામલે પોલીસ સ્ટેશનમાં કોઈ ફરિયાદ આવી નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉન્નાવ રેપ અને અપહરણ કેસ: હવે 20મી ડિસેમ્બરે થશે કુલદીપસિંહ સેંગરની સજાની જાહેરાત 


મળતી માહિતી મુજબ વિજયકુમારના પુત્ર નનકુબાબા તેના મોટા ભાઈની સાસુને મલખનવા ગામથી ભગાડીને લઈ આવ્યો. સાસુ પણ જમાઈ સાથે સહમતીથી આવી ગઈ. પરિવારવાળાને જાણ થતા તો મોટો હાહાકાર મચી ગયો. ડરેલા જમાઈ વિજયે ફોન કરીને પોલીસને બોલાવી લીધી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ કરી તો આ મામલો જાણીને સ્તબ્ધ થઈ ગઈ. મારપીટ ન કરવાની ચેતવણી આપીને પોલીસ પાછી ફરી. 


આ VIDEO પણ ખાસ જુઓ...


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....